સાવરકુંડલાના લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા મહાજન ટ્રસ્ટના ઉપક્રમે ‘તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ-૨૦૨૬’ યોજાયો હતો. શૈક્ષણિક ક્ષેત્રે સિધ્ધિ મેળવનાર રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિરના રમૂદાદાએ મંગલ આશીર્વચન પાઠવ્યા હતા. પ્રમુખ જગદીશભાઈ નરશીદાસ માધવાણીએ અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. કાર્યક્રમમાં ચંદ્રેશભાઈ રવાણી, રાજુભાઈ શીંગાળા, ભરતભાઈ પોપટ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતા અને વિરલ ચંદન સહિત અધિકારીઓએ પણ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. અંતે સન્માનિત વિદ્યાર્થીઓ અને સમાજજનો માટે સ્વરૂચિ ભોજનનું આયોજન કરાયું હતું. સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.