અમરેલી સ્થિત મોંઘીબા મહિલા આટ્ર્સ કાલેજનું જાન્યુઆરી-૨૦૨૪માં લેવાયેલ એફ.વાય.બી.એ. (સેમ-૦૧) (NEP) ની પરીક્ષાનું પરિણામ ૯૦.૦૦ % જાહેર થયું છે, જે કાલેજ માટે ગૌરવની બાબત છે. આ પરિણામમાં કાલેજની વિદ્યાર્થીનીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઉચ્ચ ગુણ સાથે સફળતા પ્રાપ્ત કરી છે. પરીક્ષાના પરિણામમાં મુખ્ય ગુજરાતી વિષય સાથે ભેડા લક્ષિતા આર. (૮૧.૪૫%) અને મુખ્ય સમાજશાસ્ત્ર વિષય સાથે વાનાણી પ્રિયાંશી બી. (૮૧.૪૫%) સંયુક્ત રીતે કાલેજમાં પ્રથમ ક્રમે રહ્યા છે. જ્યારે મુખ્ય સમાજશાસ્ત્ર સાથે સૈયદ રાબિયા એમ. (૮૦.૧૮%) દ્વિતીય ક્રમે તેમજ મુખ્ય સંસ્કૃત વિષય સાથે ગજેરા પૂર્વિશા એમ. (૮૦.૦૦%) અને કસોટીયા અભિષા એમ. (૮૦.૦૦%) સંયુક્ત રીતે
તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયા છે. આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ અને કાલેજનું ગૌરવ વધારવા માટે વિદ્યાસભાના પદાધિકારીઓએ તમામ વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.








































