અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે અંજાવ જિલ્લામાં પૂર જેવી પરિÂસ્થતિ સર્જાઈ છે. હવામાનની અસર એક આર્મી કેમ્પ પર પણ પડી છે. અંજાવ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અને વિડિયો-ફોટોમાં ભયાનક દ્રશ્ય જાઈ શકાય છે. મુશળધાર વરસાદ બાદ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે અને ઝડપથી વહે છે.અરુણાચલ પ્રદેશ ઉપરાંત, સિક્કિમમાં પણ મોટા પાયે ભૂસ્ખલન થયું છે. પશ્ચિમ સિક્કિમના રિમ્બી અને સિંગલીટમ વિસ્તારોમાં થયેલી આપત્તિ સંબંધિત દ્રશ્યો રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. દરમિયાન, હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ આગાહી મુજબ, ૧૮-૧૯ ઓગસ્ટ સુધી ઘણા શહેરોમાં વરસાદ ચાલુ રહેશે. હાલમાં રાહતની કોઈ આશા નથી.
ઉત્તરપૂર્વ ઉપરાંત, પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ ચોમાસાના વરસાદ અને કુદરતી આફતોને કારણે ભારે વિનાશ થયો છે. હવામાન વિભાગ અને રાજ્ય સરકાર અનુસાર, ૩૦ જૂનથી ૧૫ ઓગસ્ટ દરમિયાન વરસાદ અને હવામાનને કારણે ૧૮૩ લોકોનાં મોત થયાં. આર્થિક નુકસાન ૯૭૨ કરોડને વટાવી ગયું.હવામાનના વિનાશના આંકડા ૧૮૩ મૃત્યુઃ કુદરતી આફતો અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૭૯ લોકોનાં મોત થયાં, જ્યારે માર્ગ અકસ્માતમાં ૧૦૪ લોકોનાં મોત થયાં.૯૭૨ કરોડનું નુકસાનઃ રાજ્યમાં કુલ આર્થિક નુકસાન ?૯૭૨.૬૪ કરોડ હોવાનો અંદાજ છે. જાહેર બાંધકામ વિભાગને સૌથી વધુ નુકસાન થયું છે.૨૯૧ ઘાયલઃ ચોમાસા સંબંધિત ઘટનાઓમાં ૨૯૧ લોકો ઘાયલ થયા છે અને ૩૧ ગુમ થયા છે. ૭૩૨ થી વધુ પ્રાણીઓના પણ મોત થયા છે.૧૦૩ રસ્તા બંધઃ ૧૫ ઓગસ્ટની સાંજ સુધીમાં, રાજ્યમાં ૧૦૩ રસ્તા બંધ હતા. મંડીમાં ૪૩ અને કુલ્લુમાં ૩૨ રસ્તા પ્રભાવિત થયા હતા.૨૨૧ પાણી યોજનાઓ પ્રભાવિતઃ રાજ્યમાં ૨૨૧ પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ હતી, જેમાં ફક્ત મંડીમાં ૨૦૯નો સમાવેશ થાય છે. વહીવટીતંત્ર રાહત અને પુનઃસ્થાપન કાર્યમાં રોકાયેલું છે.હિમાચલ ઉપરાંત, ઓડિશા અને આસામ સહિત અન્ય ઘણા રાજ્યો પણ પૂર અને વરસાદના વિનાશનો સામનો કરી રહ્યા છે.











































