વજન ઘટાડવા છતાં પરિણામ કેમ નથી મળતું? કારણ માત્ર ડાયટ નથીપ કોર્ટિસોલ પણ હોઈ શકે? “ડાયટ કરી, ફાસ્ટિંગ કર્યું, લો-કાર્બ ડાયટ અપનાવી, કસરત કરીપ છતાં વજન કેમ નથી ઘટતું?” આ પ્રશ્ન આજકાલ અનેક લોકો પૂછે છે. ઘણી વખત વ્યક્તિનું બ્લડ ટેસ્ટ સામાન્ય હોય, ઊંઘ પણ સારી હોય અને પાણીનું વજન પણ ઝડપથી ઘટતું હોય, છતાં શરીરની ચરબીનું વજન ઘટાડવું મુશ્કેલ બને છે.
તો શું માત્ર વધુ કડક ડાયટ કરવી જોઈએ? કે પછી શરીર આપણને કોઈ બીજું કારણ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે?
કોર્ટિસોલ શું છે?
કોર્ટિસોલ શરીરમાં બનતું એક મહત્વનું હોર્મોન છે, જેને સામાન્ય રીતે “સ્ટ્રેસ હોર્મોન” તરીકે ઓળખવામાં આવે છે. તણાવ, ઊંઘની અનિયમિતતા, સતત માનસિક દબાણ અને જીવનશૈલીમાં અસંતુલન જેવી પરિસ્થિતિઓમાં કોર્ટિસોલના સ્તરમાં ફેરફાર થઈ શકે છે. કોર્ટિસોલ શરીરના મેટાબોલિઝમ, ભૂખ, ઊર્જા, ઊંઘ અને સ્ટ્રેસ રિસ્પોન્સ સાથે સંબંધિત છે. પરંતુ માત્ર વજન ન ઘટતું હોય એટલે કોર્ટિસોલ વધારે છે એવું માનવું યોગ્ય નથી. શરીર ક્યારે સંકેત આપે છે? વજન સાથે નીચેના લક્ષણો જોવા મળે તો સમગ્ર પરિસ્થિતિને સમજવી જરૂરી છેઃ સતત થાક અને Fatigue ચક્કર આવવા અથવાDizziness આખા શરીરમાં દુખાવો વધારે પડતું ખાવું અથવા Overeating વારંવાર મીઠાઈ કે અન્ય ખોરાકની ઇચ્છા ઊંઘની પેટર્નમાં ફેરફાર ચામડીમાં ફેરફાર અથવા Discolouration શરીરના ઉપરના ભાગમાં વધુ ચરબી ચહેરો ગોળ દેખાવા લાગવો સ્ટ્રેસ અને ચિંતા ક્યારેક ભૂખ ઓછી થવી અને વજન ઘટવું સ્નાયુઓમાં નબળાઈ પરંતુ આ બધા લક્ષણો માત્ર crotisolના કારણે જ થાય એવું નથી.PCOS/PCOD, થાઇરોઇડ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ઊંઘ, દવાઓ, ખોરાક, શારીરિક પ્રવૃત્તિ અને અન્ય હોર્મોનલ પરિબળો પણ જવાબદાર હોઈ શકે છે. High Crotisol અને Low Crotisol– બંને અલગ છે વધેલું કોર્ટિસોલ (High Crotisol) કેટલીક પરિસ્થિતિઓમાં પેટ તથા શરીરના ઉપરના ભાગમાં ચરબી વધવી, ચહેરો ગોળ થવો, ઊંઘમાં ખલેલ અને ભૂખમાં વધારો જેવા લક્ષણો સાથે જોવા મળી શકે છે.
બીજી તરફ ઓછું કોર્ટિસોલ (Low Crotisol) થાક, ચક્કર, ભૂખમાં ઘટાડો, નબળાઈ અને અનિચ્છનીય વજન ઘટાડા જેવી સમસ્યાઓ સાથે જોડાઈ શકે છે. એટલે “વજન નથી ઘટતું એટલે crotisol વધારે છે” અથવા “વજન ઘટે છે એટલે crotisol ઓછું છે” એવો સીધો નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી.“બ્લડ ટેસ્ટ બધા નોર્મલ છે, તો પણ વજન કેમ નથી ઘટતું?” આ ખૂબ સામાન્ય પ્રશ્ન છે. વજન ઘટાડવું માત્ર એક બ્લડ ટેસ્ટથી નક્કી થતું નથી. વ્યક્તિની ઊંઘની પેટર્ન, દૈનિક પ્રવૃત્તિ, ખોરાક, ભૂખ, ભાવનાત્મક સ્થિતિ, સ્ટ્રેસ,PCOD/PCOS, મેટાબોલિક હેલ્થ અને લાંબા સમયની જીવનશૈલી – આ બધાને સાથે જોવાની જરૂર છે.
ઘણી વખત વ્યક્તિ ઝડપથી પરિણામ મેળવવા માટેઃ Low-carb diet → Fasting → ખૂબ ઓછું ખાવું → ઝડપી વજન ઘટાડવું આ ચક્ર અપનાવે છે. પરંતુ પછી જ્યારે ફરી Nromal Life શરૂ થાય છે અને જૂની ખાવાની આદતો પાછી આવે છે, ત્યારે વજન ફરી વધવા લાગે છે. કારણ કે તમે માત્ર વજન ઘટાડ્‌યુંપ મૂળ કારણ શોધ્યું નહીં.
Water Weight અને Fat Loss એક નથી ડાયટ શરૂ કર્યા પછી શરૂઆતના દિવસોમાં વજન ઝડપથી ઘટી શકે છે. તેમાં પાણીના વજનનો પણ મોટો ભાગ હોઈ શકે છે. પરંતુ શરીરની ચરબી ઘટાડવી એ ધીમે અને સતત થતી પ્રક્રિયા છે. તેથી માત્ર weighing scale પરનો નંબર નહીં, પરંતુ શરીરની રચના, કમરનો ઘેરાવો, ઊર્જા, ઊંઘ અને લાંબા ગાળાની જીવનશૈલીમાં આવેલા ફેરફારો પણ જોવાના રહે છે. વજન ઘટાડવા માટે શરીર સામે યુધ્ધ નહીં, શરીરને સમજવું જરૂરી છે ક્યારેક સમસ્યા પ્લેટમાં રહેલા ખોરાક કરતાં મનમાં ચાલતા વિચારોમાં વધુ હોય છે. (ક્રમશઃ)