તમિલનાડુ વિધાનસભામાં રાજ્ય ગીત અંગે એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો. મુખ્યમંત્રી સી. જાસેફ વિજયને ઠરાવ રજૂ કર્યો. આ ઠરાવ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને અન્ય જાહેર સંસ્થાઓમાં કાર્યક્રમો શરૂ કરતા પહેલા રાજ્ય ગીત “તમિલ થાઈ વઝ્થુ” ગાવાનું ઔપચારિક રીતે ફરજિયાત કરે છે. કમલ હાસને આ પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે.ગઈકાલે ઠરાવ પસાર થયા બાદ, તમામ સરકારી કાર્યક્રમોમાં તમિલ ગીત ફરજિયાત રહેશે. અભિનેતા અને રાજ્યસભાના સાંસદ કમલ હાસને સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગે પ્રતિક્રિયા આપી. તેમણે તમિલનાડુ વિધાનસભાના સર્વાનુમતે ઠરાવનું સ્વાગત કર્યું.એકસ (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટ શેર કરતા કમલ હાસને લખ્યું, “આનંદ અને પ્રશંસાની વાત છે કે વિધાનસભાએ સરકારી કાર્યક્રમોમાં “તમિલ થાઈ” ભજનને પ્રથમ ભજન બનાવવાનો ઠરાવ પસાર કર્યો છે. રાજ્યના અધિકારો પર ન ઝૂકવાની આ પરંપરા ચાલુ રહેવી જાઈએ.”એ નોંધવું જાઈએ કે મુખ્યમંત્રી સી. જાસેફ વિજયે આ ઠરાવ રજૂ કર્યો હતો. દ્રવિડ મુનેત્ર કઝગમ અને ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમએ કોંગ્રેસ પાર્ટી સાથે મળીને તેને ટેકો આપ્યો હતો. ઠરાવ રજૂ કરતી વખતે, સીએમ વિજયે કહ્યું કે રાજ્યમાં તમિલ થાઈ વઝથુને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જાઈએ.
તેમણે કહ્યું, “તમિલ એટલે ગૌરવ, તમિલ એટલે તાકાત.તમે ‘તમિલ’ કહો છો કે તરત જ આખું તમિલનાડુ એક થઈ જાય છે.તમિલનાડુમાં તમિલ થાઈ વઝ્થુને પ્રથમ સ્થાન આપવું જાઈએ.તમિલ થાઈ વઝ્થુને પ્રથમ સ્થાન આપવું એ આપણા રાજ્યનો અધિકાર છે.”