સાવરકુંડલા સ્થિત કે.કે. હાઇસ્કૂલ ખાતે દ્ગજીજી યુનિટ દ્વારા પ્રી-ઇન્ડિપેન્ડન્સ ડે અંતર્ગત વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં દેશભક્તિ, સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્રનિર્માણ જેવા વિષયો પર ચિત્ર, નિબંધ, રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લઈ પોતાની કલા અને વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું આયોજન આપાભાઈ માંજરીયા તથા જ્યંતીભાઈ ખડદિયાએ કર્યું હતું. આચાર્ય ચેતનકુમાર એન. ગુજરીયાનું માર્ગદર્શન મળ્યું હતું.