લીલીયા પોલીસની ટીમે લોનના નાણાં ન ભરવાના કેસમાં ૬ માસની સજા પામેલા અને ધરપકડથી બચવા નાસતા ફરતા વસીમભાઈ મહમદભાઈ સમા ઉંમર ૩૩ વર્ષ, રહે. લીલીયા મોટા નાવલી બજાર,ને ચોક્કસ બાતમીના આધારે લીલીયા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં કોર્ટના હુકમ મુજબ આરોપીને અમરેલી જિલ્લા જેલ ખાતે કેદમાં રહેવા સોંપવામાં આવ્યો હતો.




































