બગસરા ડેપોની રાત્રિના ૯ કલાકે ઉપડતી લોકલ બસ બાબાપુર,ભંડારીયા અને જાળીયા ગામમાં જતી હોવાથી આ જ સમયની નજીક કૃષ્ણનગર-બગસરા પણ જાળીયા ગામમાં જતી હોવાથી લોકલ બસમાંથી જાળીયા ગામ દૂર કરી ઈંધણ બચાવવાનો પ્રયાસ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જો કે જાળીયા ગામના મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે ૮ઃ૪પ વાગ્યે કૃષ્ણનગર-બગસરા બસ અમરેલીથી ઉપડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ અંગે ડેપો મેનેજર નિમિષાબા ગઢવીએ જણાવ્યું હતું કે, કૃષ્ણનગર-બગસરા અને લોકલ બસ વચ્ચે માત્ર ૧પ મીનીટનો તફાવત રહે છે. જેથી સરકારના હિતમાં ઈંધણનો ઓછો ઉપયોગ થાય તે હેતુથી લોકલ બસમાંથી જાળીયા ગામને દૂર કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જયારે જાળીયા ગામના મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે કૃષ્ણનગર-બગસરા વાયા જાળીયા ૯ વાગ્યાની આસપાસ જ અમરેલીથી ઉપડે તેવા પ્રયાસો કરવામાં આવશે. જયારે બાબાપુર અને મોટા ભંડારીયા ગામના લોકોને ગામમાં જવાની આ છેલ્લી બસ હોય તેથી આ બંને ગામમાં બસને મોકલવામાં આવશે. જો કે આ હજુ વિચારણા હેઠળ હોવાનું ડેપો મેનેજરે અંતમાં જણાવ્યું હતુ.