મૂળ દ્વારકા બંદરના દરિયામાં યાત્રિક હોડીથી માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે ફિશિંગ કરતી એક હોડી ઝડપાઈ છે. કોડીનાર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ‘જીલાણી’ નામની હોડી નંબર IND-GJ-11-MO-5635ને ઝડપી તેના ટંડેલ સાબીરભાઈ મુસાભાઈ લુચાણી (ઉ.વ. ૨૦), રહે. મૂળ દ્વારકા, સામે ગુનો નોંધ્યો છે. મત્સ્યોદ્યોગ કમિશનરના પરિપત્ર મુજબ ૧ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધી દરિયામાં યાંત્રિક બોટથી માછીમારી કરવા પર પ્રતિબંધ છે. તેમ છતાં હોડી ફિશિંગ કરતી મળી આવી હતી.આ કામગીરી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.