ઉના પંથકમાં સગીર બાળક સાથે કથિત રીતે અપ્રાકૃતિક કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પરિવારજનોની ફરિયાદના આધારે ઉના પોલીસે એક પુખ્ત વ્યક્તિ અને એક સગીર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરિવારના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ મહિનાથી બાળકને ધાક-ધમકી આપી કથિત રીતે અત્યાચાર કરવામાં આવતો હતો. કોઈને જાણ કરશે તો ગંભીર પરિણામની ધમકી અપાતી હતી. બાળકની સ્થિતિ બગડતાં તેણે માતાને સમગ્ર હકીકત જણાવી હતી. બાદમાં પરિવારજનોએ તેને ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. આરોપીઓએ બાળકના વીડિયો બનાવી બ્લેકમેઇલ કર્યાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.










































