ઉના નજીક નગડિયા અને જસાધાર વચ્ચે ૬ થી ૭ માસનું સિંહબાળ રોડ પર એકલું આવી જતાં ભીડ એકઠી થઈ હતી. ઘટનાની જાણ થતાં જસાધાર રેન્જ વનવિભાગ તાત્કાલિક સ્થળે પહોંચ્યો હતો. ટીમે લોકોને દૂર ખસેડી વિસ્તાર કોર્ડન કર્યો હતો. માત્ર અડધા કલાકના સર્ચ ઓપરેશન બાદ નજીકમાં જ સિંહણ મળી આવી હતી. વનવિભાગની ત્વરિત કામગીરીથી સિંહબાળનું માતા સાથે સુરક્ષિત મિલન શક્ય બન્યું હતું.