લાઠીના શેખ પીપરીયા ગામની સીમમાં જેસીબીથી તાર ફેન્સિંગ તોડી નાખ્યાની ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે રાજકોટમાં રહેતા જગજીવનભાઇ રણછોડભાઇ સખીયા (ઉં.વ. ૭૨)એ શેખ પીપરીયા ગામમાં રહેતા ગોરધનભાઇ મનજીભાઇ ભાદાણી, પરશોત્તમભાઇ મનજીભાઇ ભાદાણી, રમેશભાઇ મનજીભાઇ ભાદાણી, જયેશભાઇ ગોરધનભાઇ ભાદાણી તથા કંચનબેન ગોરધનભાઇ ભાદાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી તેમની માલિકીની જમીનની ફરતે કરેલી તાર ફેન્સિંગને ત્નઝ્રમ્ તેમજ પક્કડથી તોડી-ફોડી આશરે ૨૦ થી ૨૫ હજારનું નુકસાન કર્યું હતું. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. એન. ગરૈયા વધુ તપાસ કરી રહ્યા છે.









































