સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલીયા ખાતે ઇનોવેશન ક્લબ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત KCG ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે ૧૫ દિવસીય ઓનલાઈન એઆઈ (AI) કોર્સ શરૂ થયો છે. આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ રાઠોડના નેતૃત્વ અને ડા. મહેશ એસ. ગઢીયાના સંકલન હેઠળ આયોજિત આ કોર્સમાં ૨૪ વિદ્યાર્થીઓ જોડાયા છે.”એપ્લિકેશન્સ ઓફ એજન્ટિક એઆઈ ફોર નોન-ટેક આંત્રપ્રિન્યોર્સ ૨.૦” વિષય પર આધારિત આ ૩૦ કલાકનો સંપૂર્ણ નિઃશુલ્ક વર્કશોપ ૩ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ તાલીમનો મુખ્ય હેતુ આટ્‌ર્સ અને કોમર્સના વિદ્યાર્થીઓમાં ઇનોવેશન તેમજ સર્જનાત્મકતા વધારવાનો છે. તાલીમ બાદ વિદ્યાર્થીઓ કેપસ્ટોન પ્રોજેક્ટ રજૂ કરશે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો આ પ્રયાસ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત ઉપયોગી નિવડશે.