ઉના તાલુકાના ગુંદાળા ગામમાં મોડી રાત્રે સિંહ યુગલ ગામમાં ઘુસી આવતા બે ગાયોનુ મારણ કર્યુ હતુ. સિંહ અને સિંહણ અલગ અલગ શેરીઓમાં ફરતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકોએ પોતાના પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડ્યુ હતુ. ગામ જંગલની સરહદ નજીક આવેલ હોવાથી સિંહોની અવરજવર વારંવાર જોવા મળે છે.








































