દેશના યુવાનોને નશાના દુષણથી મુક્ત કરવા સરકારે નશામુક્ત ભારત અભિયાન શરૂ કર્યું છે. તેને અનુલક્ષીને કે. કે. પારેખ કોમર્સ કોલેજ આજે “નશામુક્ત ભારત શપથ” ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત તમામ વિદ્યાર્થીઓએ, કોલેજના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ નશામુક્તીના શપથ લીધા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના સીનીયર પ્રાધ્યાપક પ્રો. જે. એમ. તળાવીયા દ્વારા નશામુક્તીના શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. જી. પટેલ, અને ટીમે જહેમત ઉઠાવી હતી.આ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, વિદ્યાસભાના નિયામક ડો. અતુલભાઇ પટેલ તેમજ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ સમગ્ર કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.









































