દિલ્હી વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસુ સત્રમાં આજે શરૂ થતાં જ અંધાધૂંધી જાવા મળી. સત્ર દરમિયાન ભાજપ અને આપ ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થતાં ગૃહનું વાતાવરણ થોડા સમય માટે તંગ બની ગયું.આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલદીપ કુમાર અને ભાજપના ધારાસભ્ય રવિ નેગી પોતાની બેઠકો પરથી ઉભા થયા. બંને ધારાસભ્યો એકબીજા સામે આવી ગયા અને દલીલ કરવા લાગ્યા. ગરમાગરમ બોલાચાલી અને શાબ્દિક બોલાચાલી થઈ. આ અથડામણથી ગૃહમાં તણાવ વધ્યો અને કાર્યવાહી ખોરવાઈ ગઈ.વિધાનસભા અધ્યક્ષે તાત્કાલિક પરિÂસ્થતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. ગૃહમાં હાજર અન્ય ધારાસભ્યોએ પણ દરમિયાનગીરી કરી. અધ્યક્ષ અને ધારાસભ્યોએ દરમિયાનગીરી કર્યા પછી, બંને પક્ષો શાંત થયા. આ ઘટના સત્રના પહેલા દિવસે બની હતી, જેના કારણે હંગામો શરૂ થયો હતો. ગૃહમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે નોંધપાત્ર પ્રયાસો કરવામાં આવ્યા હતા.