લીલીયા મોટા નીલકંઠ સરોવરમાં થોડા દિવસો પહેલા ભારે વરસાદના કારણે બંધારાની પાળ તૂટી જતા મોટી માત્રામાં પાણી વહી ગયું હતું. જેના કારણે પાણી સંગ્રહ અંગે ચિંતા ઉભી થઈ હતી. ત્યારબાદ જલધારા સેવા ટ્રસ્ટ, જલધારા સેવા સમિતિ તથા સેવાભાવી લોકોએ છેલ્લા પાંચ દિવસ સુધી દિવસ-રાત અથાગ મહેનત કરીને તૂટેલા બંધારાનું પુનઃનિર્માણ કર્યું. સતત શ્રમદાન અને સંકલ્પના પરિણામે આજે બંધારો ફરી સંપૂર્ણ ભરાયો છે. આ કાર્યથી લીલીયા તેમજ આસપાસના વિસ્તારના લોકોને રાહત મળી છે. ગામલોકોએ ટ્રસ્ટ અને શ્રમદાન કરનાર તમામ સેવાભાવી લોકોના સેવાકાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે.






































