દિવાળીના પર્વને લઈને આશરે એક અઠવાડિયાની રજા બાદ ધોરાજી માર્કેટિંગ યાર્ડ લાભ પાંચમથી
ફરી શરૂ થતાં વેપાર-વણજની ચહલપહલ જોવા મળી હતી. યાર્ડના ચેરમેન હરકિશન માવાણી અને સેક્રેટરી ભૂપતભાઈના જણાવ્યા મુજબ, પ્રથમ દિવસે ખેડૂતો મગફળી વેચાણ માટે પહોંચ્યા હતા અને અંદાજે ૩૦૦ મણ મગફળીની આવક નોંધાઈ હતી. ગત વર્ષે
મગફળીના પ્રતિ મણ રૂ.૯૫૦થી ૧,૧૦૦ ભાવ હતા, જ્યારે આ વર્ષે રૂ.૧,૫૬૦ સુધીના ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.








































