ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગાસન સ્પર્ધા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. યોગ પ્રત્યે જાગૃતિ વધારવા યોજાનારી સ્પર્ધામાં ૯થી ૧૬ વર્ષ, ૧૭થી ૩૫ વર્ષ અને ૩૬ વર્ષથી વધુ વયના લોકો ભાગ લઈ શકશે. યોગ બોર્ડ સાથે જોડાયેલા કોચ અને ટ્રેનરો માટે પણ અલગ કેટેગરી રાખવામાં આવી છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ૩૦ નવેમ્બર સુધી https://yogasan.gsyb.in/ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. સ્પર્ધા જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ યોજાશે. જિલ્લા કક્ષાના તમામ સ્પર્ધકોને ડિજિટલ પ્રમાણપત્ર અને વિજેતાઓને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર અપાશે.