દામનગરથી ભુરખીયા તરફ જતા માર્ગ પર આવેલા રેલવે ફાટક નં. ૧૧/સી પર ઓવરબ્રિજની કામગીરી શરૂ હોવાથી ફાટક પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર તાત્કાલિક અસરથી સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. લાઠી-ભુરખીયા તરફથી આવતા વાહનો માટે ગુરુકુળ પાસેથી બજરંગનગર, છભાડિયા ફાટક, અવાડા ચોક અને નગરપાલિકા મેઇન રોડનો વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે ઢસા-દામનગર તરફથી આવતા વાહનોને નગરપાલિકા મેઇન રોડ, અવાડા ચોક, છભાડિયા ફાટક અને બજરંગનગર થઈ લાઠી-ભુરખીયા રોડ તરફ જવા સૂચના આપવામાં આવી છે. આ જાહેરનામું ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.









































