બાબરાના કોટડાપીઠા પાસે આઈસરમાં ચોરખાનું બનાવી થતી વિદેશી દારૂની ખેપ ઝડપાઈ હતી. કુલ મળીને રૂ. ૧૨.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજસ્થાનના જાલોરના લાઠીવાડકા ગોલીયા ગામનો મનોહરલાલ ચતરારામ ખીલેરી બિશ્નોઇ (ઉ.વ.૩૮) કોટડાપીઠા ગામની સીમમાં રાજકોટ ભાવનગર હાઇવે રોડ પરથી આઈસર લઈને પસાર થતો હતો ત્યારે એટકાવી તલાશી લેતાં પાછળના ડાલામાં નીચે ચોર ખાનમાંતી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની ૨૨૭૫ બોટલ ઝડપાઈ હતી. પોલીસે દારૂની બોટલો, ટ્રક, મોબાઈલ મળી કુલ ૧૨,૭૫,૨૦૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના પી એસ આઈ એમ એચ ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.