જાફરાબાદના શિયાળબેટ ગામે બોલાચાલી બાદ એક યુવકને મૂંઢ માર મારવામાં આવ્યો હતો.
આ અંગે દેવાભાઈ કાળાભાઈ બાંભણીયા (ઉં.વ. ૪૫)એ શિવાભાઈ રામભાઈ બાંભણિયા અને મનાભાઈ નારણભાઈ શિયાળ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, ફરિયાદીની માલિકીની જગ્યામાં શિવાભાઈ બાંભણીયા મકાન બનાવતા હતા.આથી તેમણે પોતાની જગ્યામાં મકાન ન બનાવવાનું સમજાવતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડની પાઈપનો એક ઘા ઝીંકી દીધો હતો. તેમજ મોટરસાયકલની ચેઈન વડે માર મારી છાતી તથા ડાબા હાથના બાવડા પર મૂંઢ ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત, મનાભાઈ શિયાળે લાકડાના બળતણિયા વડે જમણા હાથની કોણી પર મારી મૂંઢ ઈજા કરી હતી.આ બનાવ અંગે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના એએસઆઈ આર. બી. ચૌહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે.