સામાજિક વનીકરણ રેન્જ, રાજુલા હેઠળ વાવેરા ખાતે નિર્મિત ‘વન કવચ’નું લોકાર્પણ રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે સંપન્ન થયું હતું.આ પ્રસંગે અમરેલી વિભાગના એ.સી.એફ. જાદવ, આર.એફ.ઓ. નવનીતભાઈ ડેર અને આર.એફ.ઓ. મકવાણા સહિત વન વિભાગના અધિકારીઓ તેમજ વાવેરા, ભાક્ષી અને આસપાસના ગામોના સ્થાનિક સરપંચો તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ વન સંરક્ષણ અને પ્રકૃતિ જાળવણી માટે તમામ શક્ય સહયોગ આપવાની ખાતરી આપી હતી. વન વિભાગની આ સરાહનીય પહેલથી ‘હરિયાળું ગુજરાત’ અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ બળ મળશે તથા આવનારી પેઢીને સ્વચ્છ, લીલોતરીસભર અને સુરક્ષિત પર્યાવરણ પ્રાપ્ત થશે.










































