અમરેલી શાંતાબા મેડીકલ કોલેજની શ્રેષ્ઠ કામગીરી
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ચાલતા રાષ્ટ્રીય ક્ષયરોગ નિવારણ કાર્યક્રમ (દ્ગ્‌ઈઁ) માં વર્ષ ૨૦૨૫ દરમિયાન ખાનગી મેડીકલ કોલેજોમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ શાંતાબા મેડીકલ કોલેજ, અમરેલીને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. આ સન્માન દર્દીઓની સમયસર નિદાન, સારવાર અને નોંધણી કરવા માટે આપવામાં આવે છે. આ પ્રસંગે રેસ્પીરેટરી મેડીસીન ડીપાર્ટમેન્ટ, રેસીડેન્ટ ડોક્ટર, પ્રોફેસર, નર્સિંગ સ્ટાફ અને લેબોરેટરી કર્મચારીઓના પ્રયાસોને બિરદાવામાં આવ્યા હતા. કોલેજના ડીસ્ટ્રીક્ટ નોડલ ટીબી ઓફિસર અને પ્રોફેસર ડો. હિમ પરીખે જણાવ્યું કે, ક્ષયરોગ મુક્ત ભારતના લક્ષ્યને પૂરું કરવા માટે સમયસર નિદાન અને સારવાર ખૂબ જ જરૂરી છે અને આ સન્માન ટીમની મહેનતનું પરિણામ છે. કોલેજના ડીન, સુપ્રિટેન્ડટ અને ટ્રસ્ટી વસંતભાઈ ગજેરાએ ડોક્ટર હિમ પરીખ અને આખી ટીમને અભિનંદન આપ્યા હતા.તેમણે કહ્યું કે આ સંસ્થા માટે ગૌરવની વાત છે અને ભવિષ્યમાં ક્ષયમુક્ત સમાજ માટે સંસ્થા સતત સક્રિય યોગદાન આપતી રહેશે. આગળ પણ જનજાગૃતિ અને સારવારના પ્રયત્નો ચાલુ રખાશે.