ધારીના જસાધાર રેન્જના નવા બંદર રાઉન્ડ હેઠળ આવેલા આમોદ્રા ગામે ભાવેશભાઈ ગોવિંદભાઈ પરમારની વાડી વિસ્તારમાંથી એક જ પિંજરામાં બે દીપડા પાંજરે પુરાયા હતા. દીપડાના રંજાડ અંગે ફરિયાદ મળતા વન વિભાગે તાત્કાલિક પિંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે બંને દીપડા ઝડપાતા ગ્રામજનોમાં રાહત ફેલાઈ હતી. પકડાયેલા દીપડાઓને આરોગ્ય તપાસ અને નિરીક્ષણ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.








































