સાવરકુંડલા પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. સગીરાને પ્રેમજાળમાં ફસાવી અડપલાં કરનારા બાઢડા ગામના યુવક સામે ફરિયાદ નોંધાઈ હતી. સગીરાના પિતાએ બાઢડા ગામે રહેતા મૌલિકભાઈ કલ્પેશભાઈ ગોરૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમની સગીર પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરી લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ શારીરિક અડપલાં કર્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પી આઈ પી એલ ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.







































