જિલ્લા ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા યુવા ભાજપ મોરચાના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. તાલુકા અને શહેરના સંગઠન સાથે ચર્ચા-વિચારણા બાદ નવા માળખાને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં શહેર યુવા ભાજપ મોરચાના પ્રમુખ તરીકે રાહુલભાઈ રૂપડાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે દિવ્યાંકભાઈ સુદાણી અને ઉદયભાઈ ધાધલને જવાબદારી સોંપવામાં આવી છે. નવા હોદ્દેદારોને પક્ષના વરિષ્ઠ આગેવાનો, સ્થાનિક નેતાઓ, કાર્યકર્તાઓ તથા ઓક્સિજન ગ્રુપ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. નવી ટીમ યુવાનોને સંગઠિત કરી પક્ષની વિચારધારાને લોકો સુધી પહોંચાડવા અને જનસેવાના કાર્યોમાં સક્રિય કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.








































