સાવરકુંડલામાં મહુવા રોડ પર આવેલ રમતગમત સંકુલ ખાતે ૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાનું આયોજન થયો હતો. આ સોફ્‌ટબોલ સ્પર્ધામાં અમરેલી જિલ્લાની વિવિધ શાળાઓમાંથી કુલ ૧૫ ટીમો ઉત્સાહથી ભાગ લીધો. અંડર-૧૪, ૧૭ અને ૧૯ ભાઈઓ તથા બહેનોની સ્પર્ધામાં સ્વામિનારાયણ ગુરુકુળ પ્રથમ નંબરે આવી હતી, જ્યારે એ. કે. ઘેલાણી માધ્યમિક વિદ્યાલય બીજા નંબરે રનર અપ રહી હતો.આ કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી પૂનમ મેડમ, કોચ દીપકભાઈ વાળા, ઝાલા દિગ્વિજયસિંહ અને આચાર્ય દીપેશભાઈ પંડ્‌યાએ માર્ગદર્શન આપ્યા હતા. શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી તથા શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામીએ આશીર્વાદ આપ્યા. વ્યાસ સાહેબ, હરેશભાઈ મહેતા અને શિક્ષકગણ હાજર રહ્યા હતા. આ સમગ્ર સ્પર્ધા ખૂબ શિસ્તબધ્ધ વાતાવરણમાં પૂરો થયો.