‘અખંડ ભારત સંકલ્પ દિન’ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ અમરેલી જિલ્લા દ્વારા કોલેજ સર્કલ સ્થિત અટલ પાર્ક ખાતે ભારત માતા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે થયેલા ભારતના વિભાજનની સ્મૃતિમાં અને દેશને પુનઃ અખંડ બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. તેના ભાગરૂપે અમરેલી ખાતે ભારત માતાના ચિત્રપટ પર પુષ્પાંજલિ અર્પણ કરી, દીપ પ્રાગટ્ય દ્વારા ભારત માતા પૂજન તેમજ સંકલ્પ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બજરંગ દળના જિલ્લા સહ-સંયોજક કરણભાઈ વાજા, માધવભાઈ ભટ્ટ, આર્યાનભાઈ માધડ, કૃણાલભાઈ ભુવા, દર્શનભાઈ ઠુમ્મર, રોમીલભાઈ, કુણાલભાઈ જોશી, રઘુવીરભાઈ ભુવા, ગોપીબેન ચાવડા, હીરલબા વાળા, વિજયભાઈ ચોટલીયા, મૌલિકભાઈ ઉપાધ્યાય, પંકજભાઈ કાનાણી, ઘનશ્યામભાઈ કાબરિયા, કિશનભાઇ ધંધુકિયા, દેવાંગભાઈ ગોહેલ તથા પ્રતાપસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ધર્મપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.









































