અમરેલી-પીપાવાવ-સુરેન્દ્રનગર રેલવે લાઇન પર રાજુલા સ્ટેશન નજીક પીપાવાવ પોર્ટથી જતી એક ખાલી ગુડ્સ ટ્રેન અચાનક પાટા પરથી નીચે ઉતરી જતાં રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગઈ હતી.સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે રેલવે તંત્ર દ્વારા બંને લાઈનો પરનો વાહનવ્યવહાર તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રેનની મદદથી ટ્રેનને ફરીથી ટ્રેક પર લાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.આ ઘટના પાછળનું અગમ્ય કારણ હજુ સુધી અકબંધ છે. રેલવે પોલીસ અને ટેકનિકલ ટીમ દ્વારા ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ટ્રેન પાટા પરથી ખસી જવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.









































