જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનના વડા પ્રધાનને ભારતના આંતરિક મામલામાં દખલ ન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને ભારત સરકાર અને તેના લોકો તેનાથી સંબંધિત મુદ્દાઓ પર નિર્ણય લેશે.પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે ભારતમાં ચૂંટણીઓ યોજાય છે, ત્યારે પાકિસ્તાન તેમને સવાલ કરે છે, પરંતુ ત્યાં બનતી ઘટનાઓની જવાબદારી તેણે લેવી જાઈએ. દરેક દેશને પોતાના આંતરિક બાબતોનું સંચાલન કરવાનો અધિકાર છે. તેમની ચૂંટણીઓ તેમની જવાબદારી છે, અને આપણી ચૂંટણીઓ આપણી જવાબદારી છે.પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરની પરિÂસ્થતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ત્યાં થયેલી હિંસા અને નાગરિક જાનહાનિની પણ આંતરરાષ્ટÙીય તપાસ થવી જાઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાને ૨૦૦૮, ૨૦૧૦ અને ૨૦૧૬ માં ભારતની પરિસ્થિતિની આંતરરાષ્ટÙીય તપાસની માંગ કરતી વખતે તેના ભૂતકાળના નિવેદનોને યાદ કરવા જાઈએ. ત્યાં સત્ય જાહેર કરવું જાઈએ. સત્ય બહાર લાવવા માટે નિષ્પક્ષ તપાસ જરૂરી છે.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં તણાવ જેવા અસંખ્ય આંતરરાષ્ટÙીય મુદ્દાઓને કારણે,પીઓકેની પરિસ્થિતિ પર વિશ્વનું ધ્યાન ઓછું થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકો ત્યાં રહેતા લોકો વિશે ચિંતિત છે કારણ કે તેઓ એક સમયે આપણા લોકો હતા અને તેઓ ઇચ્છે છે કે ત્યાંની પરિસ્થિતિ સુધરે.ઓમર અબ્દુલ્લાએ સ્પષ્ટતા કરી કે તેઓ જે કંઈ કહે છે તે પાકિસ્તાનના લોકો કે દેશ વિરુદ્ધ નથી. અમારો વાંધો પાકિસ્તાન સરકારની નીતિઓ સામે છે, ત્યાંના કોઈ દેશ કે લોકો સામે નહીં.
મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના નિવેદનનું પણ સ્વાગત કર્યું જેમાં તેમણે કહ્યું હતું કે યુવાનોના વિરોધને રાષ્ટ્ર વિરોધી ન માનવું જાઈએ. સરકારનો વિરોધ ઘણીવાર રાષ્ટÙીય હિતમાં હોય છે કારણ કે તે ભૂલો સુધારવાની તક પૂરી પાડે છે. તેમણે નીટ વિવાદ પર વિદ્યાર્થીઓ સામે થઈ રહેલી કાર્યવાહી રોકવાની પણ અપીલ કરી.







































