ઉના તાલુકાના ભાચા ગામના રામજી મંદિર નજીક આવેલા ગઢ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવરને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. દીપડો રહેણાંક વિસ્તાર સુધી આવી જતો હોવાથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી.જસાધાર વન વિભાગે ગઢ વિસ્તારમાં ગોઠવેલા પાંજરામાં આખરે આજે વહેલી સવારે બચુભાઈ બારીયાના ઘર નજીક એક નર દીપડો પુરાઈ ગયો હતો. દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગની ટીમે દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









































