દામનગર શહેરના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં મોતિયાના ઓપરેશન, નેત્રમણી આરોપણ, દવા, ચશ્મા, ટીપાં તેમજ રહેવા-જમવાની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રાજકોટની સંત રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલની તબીબી ટીમે સેવા આપી હતી. અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ દવાખાનાના ડો. મનીષભાઈ જેઠવાએ પણ સારવાર આપી હતી. રાજેશભાઈ નારોલા પરિવાર દ્વારા દર્દીઓને અલ્પાહારની સેવા આપવામાં આવી હતી.