અમરેલીમાં ગઢની રાંગ પાસેથી ટ્રકના કેબિન પરથી તાલપત્રી ચોરાઈ હતી. આ અંગે વસીમભાઈ અબ્દુલભાઈ રાઠોડ (ઉ.વ.૩૨)એ માસાભાઈ મનજીભાઈ ઉર્ફે મનાભાઈ ઉર્ફે મનુભાઈ માથાસુળિયા (ઉ.વ.૨૩) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ટ્રકના કેબિન ઉપર રાખેલી તાલપત્રી તથા સાહેદના ટ્રકના કેબિન ઉપર રાખેલી તાલપત્રી, જેની કિં.રૂ.૨૫,૦૦૦ ગણી શકાય, તેની આરોપીએ ચોરી કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ. બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.









































