ગુજરાત માટે જુલાઈ ૨૦૨૬નો મહિનો આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો સાબિત થયો છે. વિવિધ કરવેરામાંથી થતી આવકમાં નોંધપાત્ર ઉછાળો આવતાં રાજ્યની તિજારી છલકાઈ ગઈ છે. રાજ્ય સરકારની મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે સતત વધી રહેલી સક્રિયતાના પરિણામે જુલાઈ માસ દરમિયાન રાજ્યના મહેસૂલમાં જંગી વધારો નોંધાયો છે.જુલાઈ ૨૦૨૬ માં ગુજરાતની જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ની આવકમાં મોટો વધારો જાવા મળ્યો છે. આ એક જ મહિનામાં રાજ્યની ય્જી્ આવક રૂપિયા ૮,૪૧૮ કરોડ સુધી પહોંચી ગઈ છે, જે રાજ્યના વેપાર અને સેવા ક્ષેત્રની મજબૂત સ્થિતિ દર્શાવે છે. જીએસટી ઉપરાંત અન્ય કરવેરાના માધ્યમથી પણ રાજ્ય સરકારને સારું એવું મહેસૂલ મળ્યું છે. વેટ હેઠળ રાજ્યને રૂપિયા ૩,૧૦૫ કરોડની આવક થઈ છે. વિદ્યુત શુલ્ક પેટે રાજ્ય સરકારને રૂપિયા ૧,૦૨૦ કરોડ પ્રાપ્ત થયા છે. વ્યવસાય વેરા હેઠળ રૂપિયા ૨૩ કરોડની આવક થઈ છે.
જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક તથા વ્યવસાય વેરાના તમામ †ોતોને એકત્રિત કરતાં જુલાઈ ૨૦૨૬ ના માસમાં રાજ્ય સરકારને કુલ રૂપિયા ૧૨,૫૬૬ કરોડની ભવ્ય આવક થઈ છે. રાજ્યની તિજારીમાં થયેલા આ જંગી રકમથી આગામી સમયમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને જનકલ્યાણના કાર્યોને વધુ વેગ મળશે. ગુજરાતની સરકારી તિજારી વિવિધ કરવેરાથી છલકાઈ,જીએસટી આવકમાં ૧૨૫,૬૬૦,૦૦૦,૦૦૦ નો ધરખમ વધારો (એચ.એસ.એલ),ગાંધીનગર,તા.૧ ગુજરાત માટે જુલાઈ ૨૦૨૬નો મહિનો આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો સાબિત થયો છે. વિવિધ કરવેરામાંથી થતી આવકમાં નોંધપાત્ર ઉછાળો આવતાં રાજ્યની તિજારી છલકાઈ ગઈ છે. રાજ્ય સરકારની મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે સતત વધી રહેલી સક્રિયતાના પરિણામે જુલાઈ માસ દરમિયાન રાજ્યના મહેસૂલમાં જંગી વધારો નોંધાયો છે.
જુલાઈ ૨૦૨૬ માં ગુજરાતની જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ની આવકમાં મોટો વધારો જાવા મળ્યો છે. આ એક જ મહિનામાં રાજ્યની ય્જી્ આવક રૂપિયા ૮,૪૧૮ કરોડ સુધી પહોંચી ગઈ છે, જે રાજ્યના વેપાર અને સેવા ક્ષેત્રની મજબૂત સ્થિતિ દર્શાવે છે. જીએસટી ઉપરાંત અન્ય કરવેરાના માધ્યમથી પણ રાજ્ય સરકારને સારું એવું મહેસૂલ મળ્યું છે. વેટ હેઠળ રાજ્યને રૂપિયા ૩,૧૦૫ કરોડની આવક થઈ છે. વિદ્યુત શુલ્ક પેટે રાજ્ય સરકારને રૂપિયા ૧,૦૨૦ કરોડ પ્રાપ્ત થયા છે. વ્યવસાય વેરા હેઠળ રૂપિયા ૨૩ કરોડની આવક થઈ છે.
જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક તથા વ્યવસાય વેરાના તમામ †ોતોને એકત્રિત કરતાં જુલાઈ ૨૦૨૬ ના માસમાં રાજ્ય સરકારને કુલ રૂપિયા ૧૨,૫૬૬ કરોડની ભવ્ય આવક થઈ છે. રાજ્યની તિજારીમાં થયેલા આ જંગી રકમથી આગામી સમયમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને જનકલ્યાણના કાર્યોને વધુ વેગ મળશે.








































