વડિયામાં રહેતા હેમંતસિંહ ગંભીરસિંહ ચાવડા (ઉં.વ.૪૦)એ અરમાન અલ્તાફભાઈ સંધી તથા સદામભાઈ ઈશાભાઈ સોઢા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમનો દીકરો વિશાલભાઈ પરમારના ગેરેજ પાસે તેના મિત્રો સાથે બેઠો હતો. આરોપીઓ અરમાન અલ્તાફભાઈ સંધી તથા સદામભાઈ ઈશાભાઈ સોઢા ત્યાં આવ્યા હતા અને તેમના દીકરાને કહ્યું કે, “તને ઢોળવાના રોડે નીકળવાની ના પાડી છે છતાં તું ત્યાંથી કેમ નીકળ્યો?” તેમ કહી તેના દીકરાને મન ફાવે તેમ ગાળો આપી હતી. જે બાદ અરમાન અલ્તાફભાઇ સંધીએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢીને ઉગામી તેના દીકરાને ઈજા પહોંચાડી હતી. વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.કે. મોરવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.








































