ખાંભા તાલુકાના અનિડા ગામમાં બહેનો દ્વારા આયોજિત સખી સ્નેહમિલન સમારોહ હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત, વડીલોના સ્વાગત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. રાજકોટ, અમદાવાદ, નવસારી, વાપી તેમજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મનોરંજક રમતો, બાળપણના સંસ્મરણો અને જૂની મિત્રતાની યાદો તાજી બની હતી. ત્યારબાદ બહેનોએ ઉત્સાહપૂર્વક પરંપરાગત ગરબા રમી આનંદ વ્યક્ત કર્યો હતો. અંતે સૌએ સ્નેહભોજનનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન નીતાબેન પરશોતમભાઈ વડોદરીયાના નેતૃત્વમાં આયોજન સમિતિએ સફળતાપૂર્વક પાર પાડ્યુ હતું. ઉપસ્થિતોએ આયોજનની પ્રશંસા કરી ભવિષ્યમાં પણ આવા સમારોહ સતત યોજાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.








































