અમરેલી જિલ્લા પંચાયત ખાતે ગુરુવારે વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જુદી જુદી સમિતિઓ માટે નવા ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. કારોબારી સમિતિના ચેરમેન તરીકે અરજણભાઈ વાઘની પસંદગી કરવામાં આવી છે. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ડેનિભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે. જાહેર બાંધકામ સમિતિની જવાબદારી પ્રકાશભાઈ પાનસુરિયાને સોંપવામાં આવી છે. શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સોનલબેન તારપરાની પસંદગી કરવામાં આવી છે. જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે મિતલબેન ભાખરની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સિંચાઈ, ઉત્પાદન, સહકાર અને પશુપાલન સમિતિના ચેરમેન તરીકે અમરશીભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે વિલાસબેન દેસાઈની નિમણૂક કરવામાં આવી હોવાનું બેઠકમાં જાહેર કરાયું હતુ.