ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, જે થોડા સમયથી ભારતીય ટીમની બહાર છે, તે વંદે માતરમના સમર્થનમાં બહાર આવ્યો છે. શમી કહે છે કે તેને વંદે માતરમનું પઠન કરવા કે ગાવામાં કોઈ વાંધો નથી. તાજેતરમાં, રાજ્યસભાએ રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, ૨૦૨૬ પસાર કર્યું. આ સુધારો હવે રાષ્ટ્રગીત, “વંદે માતરમ” ને કાનૂની રક્ષણ પૂરું પાડશે.બિલ અનુસાર, રાષ્ટ્રગીતનું ઇરાદાપૂર્વક અપમાન કરવું અથવા તેના ગાનમાં અવરોધ ઊભો કરવો હવે ફોજદારી ગુનો ગણાશે. વિપક્ષના વિરોધ અને હોબાળા વચ્ચે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. સરકાર જણાવે છે કે આ પગલું રાષ્ટÙીય સન્માન સાથે સંકળાયેલા પ્રતીકોને કાનૂની રક્ષણ પૂરું પાડવાનો છે. આ સુધારો રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, ૧૯૭૧ ના અવકાશને વિસ્તૃત કરે છે. અત્યાર સુધી, રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીત, “જન ગણ મન” ને આ કાયદા હેઠળ કાયદેસર રીતે સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. હવે, રાષ્ટ્રીય ગીત, “વંદે માતરમ” ને પણ સમાવવામાં આવ્યું છે.
શમી છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ટીમની બહાર છે. ૧૫ ઓગસ્ટથી શ્રીલંકા સામે શરૂ થનારી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. આ દરમિયાન, શમીનું વંદે માતરમ અંગેનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જેના કારણે તે ફરી એકવાર હેડલાઇન્સમાં આવી ગયો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન શમીને વંદે માતરમ વિશે પૂછવામાં આવ્યું. શમીએ જવાબ આપ્યો, “આપણા ધર્મ અને શ્રદ્ધામાં છે કે જા સરકાર કોઈ નિયમ લાદે છે, તો તેનું પાલન કરવું આપણી ફરજ છે. ધર્મ કે જાતિથી કોઈ ફરક પડતો નથી.”
શમીએ જય હિંદ અને ભારત માતા કી જય ના નારાઓ પર પણ સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. શમીએ કહ્યું, “કેટલાક લોકો કહે છે કે જય હિંદ કહેવાથી સમસ્યા છે. કોને સમસ્યા છે? મને નથી લાગતું કે આવું હોવું જાઈએ.” જા હું ભારત માતા કી જય કહું તો શું નુકસાન થશે? હું ફક્ત એટલું જ કહું છું કે આ બધી બાબતોથી શું ફરક પડશે? મેં ઘણી વાર આવી બાબતોનો સામનો કર્યો છે. હું કોઈથી ડરતો નથી. વાત સરળ છેઃ સરકાર અને કાયદો જે કહે તે પાળો. કોઈને તેનાથી શા માટે વાંધો હોવો જાઈએ?














































