ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જાન ટર્નરે માત્ર ૨૫ વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમણે ૨૦૨૪ માં ઇંગ્લેન્ડ માટે ચાર આંતરરાષ્ટÙીય મેચ રમી હતી, પરંતુ હવે તેમણે અચાનક વ્યાવસાયિક ક્રિકેટને અલવિદા કહી દીધું છે. પીઠની ગંભીર ઈજાને કારણે, તેમણે ગયા વર્ષે જૂનથી એક પણ મેચ રમી ન હતી. સતત થતી ઇજાઓને કારણે જ તેમણે ક્રિકેટ છોડવાનો આ મુશ્કેલ નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે ઇંગ્લેન્ડના ૪૦ વર્ષીય જા ડેનલીએ તાજેતરમાં વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.જાન ટર્નરનો જન્મ જાહાનિસબર્ગમાં થયો હતો. હેમ્પશાયર સાથેના તેમના કરારમાં હજુ બે વર્ષ બાકી હતા. ૨૦૨૪ના અંતમાં ઇંગ્લેન્ડના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ દરમિયાન, તેમણે ઇંગ્લેન્ડ માટે બે વનડે અને બે ટી ૨૦ રમ્યા હતા, જેમાં ત્રણ વિકેટ લીધી હતી. તેમનો સ્થાનિક ક્રિકેટમાં પણ મજબૂત રેકોર્ડ હતો. જાકે, સતત ઇજાઓને કારણે તેઓ હેમ્પશાયરની કાઉન્ટી ચેÂમ્પયનશિપ ટીમમાં કાયમી સ્થાન મેળવી શક્યા ન હતા. તેમણે ટીમ માટે માત્ર સાત ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. ત્યારબાદ, ૨૦૨૫ની શરૂઆતમાં, તેઓ લોન પર લેન્કેશાયરમાં જાડાયા અને ત્રણ મેચ રમ્યા, પરંતુ ઈજાના પુનરાવર્તનને કારણે તેમને ખસી જવાની ફરજ પડી હતી.
ટર્નરે એક નિવેદનમાં કહ્યું, “વ્યાવસાયિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું હંમેશા મારું સ્વપ્ન રહ્યું છે.” હેમ્પશાયર અને ઇંગ્લેન્ડ માટે રમવું બાળપણના સ્વપ્ન જેવું રહ્યું છે. તેમણે કહ્યું, “મેં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે, અને તમે સમજી શકો છો કે આ મારા માટે લેવાયેલા સૌથી મુશ્કેલ નિર્ણયોમાંનો એક હતો. મારી પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે હું એક વર્ષથી વધુ સમયથી રમતથી દૂર છું. મારી ઈજાના ઇતિહાસે મને ક્રિકેટની અંદર અને બહાર મારા ભવિષ્ય પર વિચાર કરવા મજબૂર કર્યો. આખરે, મને લાગ્યું કે જીવનમાં નવા પડકારોનો સામનો કરવાનો આ યોગ્ય સમય છે.”આ અંગ્રેજી ઝડપી બોલરે નિષ્કર્ષ કાઢ્યો, “હેમ્પશાયર માટે એક વ્યાવસાયિક ક્રિકેટર તરીકે વિતાવેલા છેલ્લા પાંચ વર્ષ મારા જીવનના શ્રેષ્ઠ વર્ષો રહ્યા છે. જે દિવસથી હું મારા સ્વપ્નને પૂર્ણ કરવા માટે આ ક્લબમાં જાડાયો, ત્યારથી બધાએ મને ખૂબ પ્રેમથી આવકાર્યો, અને તે વલણ ક્યારેય બદલાયું નથી.”