ભારતનો ૧૫ વર્ષીય બેટ્‌સમેન વૈભવ સૂર્યવંશી ૨૦૨૬માં અત્યાર સુધી પ્રભાવશાળી રહ્યો છે. આ વર્ષે, તેણે આઇપીએલમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતી. તેના પ્રભાવશાળી આઇપીએલ પ્રદર્શનને પગલે, તેને ટી ૨૦ આંતરરાષ્ટÙીય મેચોમાં ભારત માટે રમવાની તક પણ મળી. વૈભવ સૂર્યવંશી ૨૦૨૬ માં ટી ૨૦ ક્રિકેટમાં તોફાની છગ્ગા ફટકારી રહ્યો છે. જાકે, ઓસ્ટ્રેલિયાના મિશેલ માર્શે તાજેતરમાં ૨૦૨૬ માં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે તેને પાછળ છોડી દીધો છે.૨૦૨૬ માં ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ટોચના પાંચ બેટ્‌સમેનોની યાદી બદલાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના મિશેલ માર્શે ભારતના વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી બીજા સ્થાને પહોંચી ગયો છે. વૈભવ હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડનો ફિન એલન આ યાદીમાં ટોચ પર યથાવત છે. નોંધનીય છે કે, વૈભવ સૂર્યવંશી ઉપરાંત, બે અન્ય ભારતીય ખેલાડીઓ ટોપ ૧૦ માં સામેલ છે, એટલે કે કુલ ત્રણ ભારતીય બેટ્‌સમેન ટોપ ૧૦ માં સ્થાન મેળવી ચૂક્્યા છે. અભિષેક શર્મા છઠ્ઠા સ્થાને છે અને ઇશાન કિશન સાતમા સ્થાને છે.
૨૦૨૬માં ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનારા બેટ્‌સમેનોની યાદીમાં ન્યૂઝીલેન્ડનો ફિન એલન ટોચ પર છે, તેણે ૪૫ મેચમાં ૯૭ છગ્ગા ફટકાર્યા છે. ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં પોતાના પ્રભાવશાળી પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયાનો મિશેલ માર્શ ૩૩ મેચમાં ૮૯ છગ્ગા મારીને બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે ભારતના વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી દીધો છે, જે ૨૨ મેચમાં ૮૬ છગ્ગા માર્યા બાદ હવે ત્રીજા સ્થાને સરકી ગયો છે. ટોપ-૧૦ બેટ્‌સમેનોની યાદીમાં અભિષેક શર્મા છઠ્ઠા અને ઇશાન કિશન સાતમા ક્રમે છે.વૈભવ સૂર્યવંશી તાજેતરમાં ઝિમ્બાબ્વે શ્રેણીમાં રમતા જાવા મળ્યો હતો. તેણે ત્રણ મેચમાં ૧૫૧ રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ થી શરૂ થનારી રેડ-બોલ ટુર્નામેન્ટ, દુલીપ ટ્રોફી માટે વૈભવ સૂર્યવંશીને પૂર્વ ઝોન ટીમના ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વૈભવ અત્યાર સુધીમાં કુલ ૧૪ રેડ-બોલ મેચ રમી ચૂક્્યો છે અને ૫૩૮ રન બનાવ્યા છે. આગામી મેચોમાં વૈભવ કેવું પ્રદર્શન કરે છે તે જાવાનું બાકી છે.