કોડીનારની ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને તાલુકા પંચાયતમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા ૨૮ વર્ષીય રાહુલભાઈ પરમારે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મૂળ વંથલીના ધણફુલીયા ગામના રાહુલભાઈ દોઢ મહિના પહેલા જ નોકરીએ જોડાયા હતા. સવારે ફોન ન ઉપાડતા અને નોકરી પર ગેરહાજર રહેતા તપાસ કરતા બારીમાંથી તેમનો મૃતદેહ લટકતો મળ્યો હતો.
ઘટનાસ્થળેથી પોલીસને ત્રણ સ્યુસાઈડ નોટ મળી છે, જેમાં તેમણે પોતે જ જવાબદાર હોવાનું લખ્યું છે. નોટમાં ‘કોમલ’ નામ અને ‘લવ’ શબ્દનો ઉલ્લેખ મળ્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ કોમલ સાથે તેમની સગાઈ થઈ હતી, પરંતુ આ ઘટના સાથે તેના સંબંધ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.
રાહુલભાઈ પરિવારના એકમાત્ર પુત્ર અને આધારસ્તંભ હતા. તેમના પિતા નળ ફિટિંગનું કામ કરે છે. પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.








































