જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના સુપ્રીમો ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પોલીસ અને સેનાની ક્રૂરતા પર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. અનંતનાગમાં મીડિયા સાથે વાત કરતા અબ્દુલ્લાએ કહ્યું, “તેઓ મારા ભાઈઓ પણ છે.” અબ્દુલ્લાએ કહ્યું, “આટલી મોટી સંસ્થા, સંયુક્ત રાષ્ટÙ (યુએન) પાસે માનવ અધિકાર ટીમ છે, પરંતુ તેઓ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં શું થઈ રહ્યું છે તેના પર મૌન છે. વિશ્વભરના દેશો બોલતા નથી.” અબ્દુલ્લાએ આગળ કહ્યું, “તેઓ મારા ભાઈઓ છે. પણો દેશ (ભારત), જે તેમને પોતાનો માને છે, તે પણ બોલતો નથી.અહેવાલ મુજબ, તાજેતરની વિધાનસભા ચૂંટણીઓને લઈને સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા તીવ્ર વિરોધ અને હિંસક કાર્યવાહી વચ્ચે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં અત્યાર સુધીમાં આશરે ૩૦ થી ૪૦ લોકોના મોત થયા છે. સેંકડો ઘાયલ થયા છે. પીઓકેમાં સૌથી મોટો રાજકીય વિવાદ ૫૩ બેઠકોવાળી વિધાનસભામાં ૧૨ બેઠકોના અનામતનો છે. આ બેઠકો પાકિસ્તાનના વિવિધ ભાગોમાં રહેતા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત છે.ફારુક અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરમાં રાજ્ય અને આતંકવાદ પર પણ વાત કરી. કુલગામ આતંકવાદી હુમલા પર અબ્દુલ્લાએ પૂછ્યું કે લોકોને કોણ મારી રહ્યું છે. તેઓ કહે છે કે આતંકવાદનો અંત આવી ગયો છે, તો તેઓ ક્્યાંથી આવી રહ્યા છે? અબ્દુલ્લાએ કહ્યું, “જુઓ, જીવન એક વળાંક લે છે, અને આ તે છે જેનો નેશનલ કોન્ફરન્સ સામનો કરે છે. અમે મુશ્કેલીઓ છતાં પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, બધું લેફ્ટનન્ટ ગવર્નર હેઠળ છે, અને અમે લોકોની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” ફારુક અબ્દુલ્લાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપે કહ્યું કે છેલ્લા ચારથી પાંચ વર્ષમાં આતંકવાદી હુમલાઓ પર નિયંત્રણ લાવવામાં આવ્યું છે. હા, જે બન્યું તેની નિંદા કરવી જાઈએ, પરંતુ તેનું રાજકારણ ન કરવું જાઈએ.





































