રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અમરેલી ખાતે પ્રી-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર ૯ ઓગસ્ટ, રવિવારે સવારે ૬ઃ૦૦થી ૮ઃ૦૦ વાગ્યા સુધી ચિતલ રોડ સ્થિત સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. જિલ્લામાંથી નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ યોગપ્રેમીઓને ઉત્સાહભેર ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમ માટે ઓનલાઈન નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને નોંધણી કરીને ઉપસ્થિત રહેનાર તમામ સહભાગીઓને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે. રસ ધરાવતા લોકો પોસ્ટરમાં આપેલા ઊઇ કોડ સ્કેન કરીને અથવા નોંધણી લિંક મારફતે ફોર્મ ભરી શકે છે.વધુ માહિતી માટે ૯૦૩૩૩ ૧૬૮૪૧ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે. જિલ્લા વહીવટી તંત્રએ પરિવાર અને મિત્રો સાથે ઉપસ્થિત રહી યોગ અપનાવી સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવા અપીલ કરી છે.







































