પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું શક્તિશાળી ‘ડોલ્ફિન’ વાવાઝોડું જાપાનના દાઇતો અને રયુક્્યુ ટાપુઓ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને હવામાન એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. જાકે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વાવાઝોડાથી ભારતને કોઈ સીધો ખતરો નથી. તેમ છતાં તેની આડઅસર દેશના ચોમાસાની ગતિવિધિઓ અને વરસાદની પેટર્ન પર થોડા સમય માટે જાવા મળી શકે છે.મળતી માહિતી મુજબ, ડાÂલ્ફન વાવાઝોડું હાલમાં મિનામીદાઇતો દ્વીપથી આશરે ૫૪૦ કિલોમીટર દૂર છે અને લગભગ ૧૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડામાં સતત પવનની ઝડપ આશરે ૧૭૫ કિમી પ્રતિ કલાક નોંધાઈ રહી છે, જ્યારે તેના ઝાપટા ૨૧૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે ગુરુવાર સુધીમાં વાવાઝોડું દાઇતો દ્વીપોની નજીક અને ત્યારબાદ શુક્રવારે ઓકિનાવા વિસ્તાર તરફ આગળ વધશે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં ૧૦૦થી ૨૦૦ મિમી વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક સ્થળોએ ૩૫૦ મિમી સુધી વરસાદ નોંધાઈ શકે છે. દરિયામાં ૧૦થી ૧૧ મીટર ઊંચા મોજાં ઉછળવાની પણ શક્્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાતા અત્યંત શક્તિશાળી ચક્રવાતો ઘણી વખત વાતાવરણમાં રહેલી ભેજ અને ઊર્જાનો મોટો હિસ્સો પોતાની તરફ ખેંચી લે છે. તેના કારણે બંગાળની ખાડીમાં બનતી હવામાન પ્રણાલીઓ પર અસર થઈ શકે છે અને ભારતના કેટલાક વિસ્તારોમાં થોડા દિવસ માટે ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે.તેના પરિણામે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટી શકે છે અથવા વરસાદમાં અસ્થાયી વિરામ જાવા મળી શકે છે. જાકે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે વાવાઝોડું નબળું પડ્યા બાદ ચોમાસું ફરી સક્રિય બનવાની શક્યતા રહેશે.ભારતીય હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ડોલ્ફિન વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું નથી, તેથી દેશને કોઈ સીધો ખતરો નથી. જાકે આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિ અને વરસાદના વિતરણમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને વિભાગ સમયાંતરે નવી આગાહી અને અપડેટ જાહેર કરશે. હાલમાં લોકો માટે ગભરાવાની જરૂર નથી, પરંતુ હવામાન વિભાગ દ્વારા જાહેર થતી સત્તાવાર આગાહીઓ પર નજર રાખવી જરૂરી છે.







































