બોટાદ શહેરમાં આવેલ કાદર શેઠની વાડી વિસ્તારમાં કચરાનો ઢગલો સળગી રહ્યો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા અને નિર્દયી ઈસમ દ્વારા આ સળગતા કચરાના ઢગલામાં માસૂમ નવજાત શિશુને ફેંકી દેવામાં આવ્યું હતું.
આસપાસના સ્થાનિક રહીશોનું ધ્યાન જતાં જ તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને દ્રશ્ય જાઈને દંગ રહી ગયા હતા. માસૂમ શિશુ સાથે આચરવામાં આવેલી આવી નિર્દયતા અને અમાનવીય કૃત્યને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને રોષની લાગણી જોવા મળી રહી છે.
બનાવ અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક બોટાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ બોટાદ પોલીસનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે નવજાત શિશુના દેહને કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ માસૂમ બાળક કોનું હતું અને તેને કચરાના સળગતા ઢગલામાં નાખીને કોણ ફરાર થઈ ગયું, તે અંગે હાલ સમગ્ર બોટાદ શહેરમાં ઘેરા પછડાટ અને ચર્ચાનો વિષય બન્યો છે. બોટાદ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી ગુનો આચરનાર નિર્દયી વ્યક્તિ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની કાયદાકીય તપાસ કરી શરૂ કરી છે.








































