અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્ર્સ કોલેજ, અમરેલી ખાતે ઇનોવેશન ક્લબ, અંગ્રેજી વિભાગ અને કિશોરભાઇ મહેતાના સહયોગથી કોલેજના આદ્ય સ્થાપક અને આચાર્ય સ્વ. પ્રો. એન. કે. ત્રિવેદીની સ્મૃતિમાં તૃતીય વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘Cultural Theroy / ies and the Changing Dynamics of English Studies’ વિષય પર યોજાયેલ આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા ડો. પાર્થ જોષીએ સંસ્કૃતિના અર્થઘટન, કલ્ચરલ સ્ટડિઝના ઇતિહાસ અને વિવિધ વિચારકો વિષે મનનીય વક્તવ્ય આપ્યું હતું. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. વિલાસબેન સોરઠિયાએ સ્વાગત પ્રવચનમાં સ્વ. ત્રિવેદીના યોગદાનને યાદ કર્યા હતા, જ્યારે પ્રો. જૈમિન જોશીએ વક્તાનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં ટી.વાય.બી.એ. અંગ્રેજી વિષયમાં પ્રથમ આવેલ કુ. તિથિ ઠાકરને સિલ્વર મેડલ તથા સ્વ. ત્રિવેદીના સુપુત્ર સ્નેહલભાઈ ત્રિવેદીનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં પ્રો. ભૂષણ જોશીએ આભારવિધિ કરી હતી અને વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.







































