કોડીનારમાં પોલીસે વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ ૧૪,૭૨૦નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોડીનાર પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે બોડકી વિસ્તાર ખાતે શિંગોડા નદીના કિનારે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેર સ્થળે વરલી મટકાનો જુગાર રમાડતા સમીરભાઈ રહીમભાઈ આગા (ઉ.વ. ૩૦), રહે. વિરાટનગર, કોડીનારને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ૧૪,૭૨૦ની રોકડ રકમ, જુગાર રમવાના સાધનો કબ્જે કર્યા હતા.









































