ઇશ્વરિયાની કલામ ઇનોવેટીવ સ્કૂલમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા ‘લાયન્સ ક્વેસ્ટ’ (Lion Quest) પ્રોગ્રામ અંતર્ગત એક સેમિનાર યોજાયો હતો. ભાવિ પેઢીને માનસિક તથા સામાજિક રીતે સશક્ત બનાવવાના પ્રયાસરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ સાધવામાં આવ્યો હતો અને ઉપયોગી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. લાયન્સ ક્વેસ્ટના માધ્યમથી વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, જીવન કૌશલ્યો અને સંસ્કારોનું સિંચન થાય તે અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ ત્ન ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હાર્દિક મહેતાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના પાસ્ટ પ્રેસિડેન્ટ લાયન વિજય વસાણી, પ્રમુખ લાયન રાકેશ નાકરાણી, સેક્રેટરી લાયન રાજેશ ગઢીયા, ખજાનચી લાયન રોહિત મહેતા તેમજ ક્લબના સભ્યો લાયન ચેતન રાણપરિયા અને લાયન અમિત સુરેજા સહિતના હોદ્દેદારો અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.