ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ) એ ઓછી આવક ધરાવતા ટેલિકોમ ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ટ્રાઇએ ટેલિકોમ સેવા પ્રદાતાઓને ટૂંકા ગાળાના સમયગાળા સાથે વાઇસ-ઓન્લી અને એસએમએસ- ઓન્લી પ્લાન ઓફર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ યોજનાઓ માટે યોગ્ય ટેરિફ ઘટાડાની પણ જરૂર પડશે. આ નિર્ણયથી ડેટા સેવાઓની જરૂર ન હોય તેવા ગ્રાહકોને વધુ સસ્તા અને લવચીક રિચાર્જ વિકલ્પો પૂરા પડશે.
ટ્રાઇએ તેના ટેલિકોમ ગ્રાહક સુરક્ષા (તેરમો સુધારો) નિયમનો, ૨૦૨૬ માં આ વાત જણાવી છે. આ પગલાથી ગ્રાહકોને તેમની જરૂરિયાતો અને નાણાકીય ક્ષમતાના આધારે વધુ રિચાર્જ વિકલ્પો પૂરા પડશે. નવા માળખા હેઠળ, સેવા પ્રદાતાઓને ૩૦ દિવસ કે તેથી ઓછા સમયગાળાની માન્યતા અવધિ સાથે વાઇસ-ઓન્લી અને એસએમએસ-ઓન્લી એસટીવી (ખાસ ટેરિફ વાઉચર્સ) ઓફર કરવાની જરૂર પડશે. વધુમાં, હાલમાં વાઇસ, એસએમએસ અને ડેટા માટે ઓફર કરવામાં આવતા એસટીવીની માન્યતા અવધિ અનુસાર ટેરિફ પણ યોગ્ય રીતે ઘટાડવામાં આવશે.
એક સત્તાવાર નિવેદનમાં, ટ્રાઇએ સમજાવ્યું કે ટેલિકોમ ગ્રાહક સુરક્ષા (બારમો સુધારો) નિયમનો, ૨૦૨૪ ના અમલીકરણ પછી, બજારમાં વાઇસ-ઓન્લી અને એસએમએસ-ઓન્લી એસટીવીની ઉપલબ્ધતા મર્યાદિત થઈ ગઈ હતી. ઉપલબ્ધ યોજનાઓ મુખ્યત્વે લાંબા ગાળાની માન્યતા અવધિ પર કેન્દ્રિત હતી. આનાથી ઓછી આવક ધરાવતા ગ્રાહકો ટૂંકા ગાળાના વિકલ્પોથી વંચિત રહી રહ્યા હતા. નિયમનકારને લાગ્યું કે આ પરિસ્થિતિમાં ફેરફાર કરવાની જરૂર છે.
નવી માર્ગદર્શિકા હેઠળ, ઓપરેટરોએ એક વાઇસ-ઓન્લી અને એસએમસી-ઓન્લી એસટીવી પણ ઓફર કરવાની રહેશે જે દર મહિને તે જ તારીખે રિન્યુ કરી શકાય છે. જા કોઈ ચોક્કસ મહિનામાં અનુરૂપ રિન્યુ તારીખ ઉપલબ્ધ ન હોય, તો રિન્યુ તે મહિનાની છેલ્લી તારીખે થશે. વધુમાં, ટેલિકોમ ઓપરેટરોએ ટૂંકા ગાળાના અને માસિક માન્યતા વિકલ્પો કરતાં લાંબી માન્યતા સાથે ઓછામાં ઓછું એક વાઇસ-ઓન્લી અને એસએમએસ-ઓન્લી એસટીવી પણ ઓફર કરવાની રહેશે. આ યોજના વાઇસ, એસએમએસ અને ડેટા માટે ઓફર કરવામાં આવતા જી્ફ ની માન્યતા અવધિ સાથે પણ સુસંગત રહેશે.
ટ્રાઇ માને છે કે આ સુધારેલ ટેરિફ માળખું ગ્રાહકોની જરૂરિયાતોને પર્યાપ્ત રીતે પૂર્ણ કરશે. આ સુધારાથી ખાસ કરીને ઓછી આવક ધરાવતા ગ્રાહકો અને ડેટા સેવાઓ સાથે બંડલ્ડ ટેલિકોમ પ્લાન ખરીદવા માંગતા ન હોય તેવા વપરાશકર્તાઓને ફાયદો થશે. આ ફેરફારથી વિવિધ માન્યતા સમયગાળા દરમિયાન ફક્ત વાઇસ-ઓન્લી અને એસએમએસ વિકલ્પોની ઉપલબ્ધતામાં સુધારો થવાની અપેક્ષા છે. આ ગ્રાહકોને તેમના ઉપયોગ અને પોષણક્ષમતાના આધારે રિચાર્જ પ્લાન પસંદ કરવામાં વધુ સુગમતા પ્રદાન કરશે.










































